નાંધઈ પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા ધૃવિની પટેલને નવસારી જિલ્લાના માનનીય કલેક્ટરશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.

   


તારીખ : 15-08-2023નાં દિને  હેલિપેડ ગ્રાઉન્ડ, આઈ . ટી.આઈ.ની  બાજુમાં સરસીયા રોડ, તા.ખેરગામ જી.નવસારી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનો  સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો. જેમાં નવસારી જિલ્લાના નેતાશ્રીઓ, આગેવાનો, મહાનુભવો અને અધિકારીગણની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના કર્મચારીઓને તેમની વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં નાંધઈ પ્રાથમિક શાળાની ઉપશિક્ષિકા ધૃવિની પટેલને નવસારી જિલ્લાના કલેક્ટર શ્રીમાન અમિત યાદવ સાહેબના હસ્તે  સન્માનિત કરાયા હતા. શ્રીમતી ધૃવિની પટેલની  તરણ સ્પર્ધામાં વર્ષ 2017-2018માં (૩) ત્રણ  બોન્ઝ મેડલ, વર્ષ 2018-2019માં (૪) ચાર બોન્ઝ મેડલ, (૧) એક સિલ્વર મેડલ, વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં (૧) ગોલ્ડ મેડલ   તેમજ ૨૦૨૨-૨૦૨૩માં (૨) બે બોન્ઝ મેડલ મેડલ મેળવીને નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે.જે અન્ય યુવક યુવતીઓ માટે પ્રેરણાસ્રોત બનવા બદલ તેમની ઉત્કૃષ્ટ કાર્ય બદલ આ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ધૃવિની પટેલને નિવૃત્તિ વય સુધી તેમની રમત પ્રત્યેની રુચિ જળવાય રહે તે માટે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.





Post a Comment

0 Comments