ખેરગામ તાલુકાની તોરણવેરા પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

  તોરણવેરા પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.


આજરોજ તા.11.08.23ના રોજ તોરણવેરા  પ્રાથમિક શાળા માં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ગામના સરપંચશ્રી સુનીલભાઈ દાભડિયા,તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી ગમનભાઈ હુડાકિયા, મનરેગા શાખાના એપીઓ શ્રીમતી કિંજલબેન પટેલ, મનરેગા શાખાના  ગ્રામ રોજગાર સેવક શ્રીમતી ટ્વિંકલબેન પટેલ, મનરેગા શાખાના ગ્રામ રોજગાર સેવક જયંતીભાઈ એલ. ચૌધરી, વી.ઈ.સીના જીતેશભાઇ બી.પટેલ, smcના સભ્યો, ગ્રામજનો તથા શાળાના બાળકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રથમ શિલાફલકમ નું અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા સૌ સાથે મળી લેવામાં આવી. ત્યારબાદ વસુધાવન અંતર્ગત 75 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ત્યાર બાદ ગ્રામના વીરોનું સન્માન કરવામાં આવ્યું... અને રાષ્ટ્રધ્વજ ફરકાવી ને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી... આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને ગ્રામજનો, વાલીગણનો શાળાના આચાર્યશ્રી આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો..




 

Post a Comment

0 Comments